ખંભાત: ખંભાતના નગરા રોડ પર તોતિંગ ઝાડ ધરાશાયી થયું.
ખંભાતના નગરા રોડ પર પવનની ગતિને કારણે એક તોતિંગ ઝાડ તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.આ માર્ગ વાહનવ્યવહારથી ધમધમતો હોવાથી, તૂટી પડેલા ઝાડને કારણે ગમે ત્યારે મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પવનની ગતિને કારણે ઝાડ તૂટી પડ્યું હતું અને રસ્તા પર આડું પડી ગયું હતું.સ્થાનિકોએ આ અંગે વનવિભાગને જાણ કરી છે.