ગાંધીધામ: રાપરની મનોદિવ્યાંગ બાળાના બળાત્કારીને 20 વર્ષની જેલ; પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે એસપી કચેરી ખાતેથી માહિતી વર્ણવી
રાપરની માનસિક અસ્વસ્થ બાળાને લલચાવી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરનારા શિવો મોહનભાઈ ખેતાભાઈ પારકરા (કોલી) નામના નરાધમને 20 વર્ષની સખ્ત કારાવાસની સજા ફટકારવામાં આવી છે.રાપર પીઆઈ જે.બી. બુબડીયાએ અસાધારણ ઝડપ બતાવી 12 દિવસમાં તપાસ પૂર્ણ કરી હતી, જેને પગલે કૉર્ટે ચાર્જશીટના 99 દિવસમાં જ ચુકાદો જાહેર કર્યો છે.આરોપીને 20 વર્ષની કેદ ઉપરાંત કુલ 16 હજારનો દંડ અને ભોગ બનનારને 5 લાખનું સરકારી વળતર અપાવવા હુકમ કરાયો છે.