અંજાર: સચ્ચિદાનંદજી મંદિરના પવિત્ર પરિસરમાં દિવ્યાંગ ભાઈને ટ્રાઈસિકલ અર્પણ:“માનવ સેવા એ જ પ્રભુ સેવા”નું ઉત્તમ ઉદાહરણ
Anjar, Kutch | May 5, 2026 અંજાર ખાતે સચ્ચિદાનંદજી મંદિરના પવિત્ર પરિસરમાં મુલુંડ (મુંબઈ) નિવાસી દીપ શંકરલાલ દયાળજી નંદા પરિવાર દ્વારા એક સરાહનીય સેવા કાર્ય હાથ ધરાયું હતું. કચ્છ ગામ વિકાસ સમિતિ, ગોધરા (તા. માંડવી)ના પ્રમુખ અરવિંદભાઈ જોષીના સુભ પ્રયાસથી જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈને ટ્રાઈસિકલ અર્પણ કરવામાં આવી.આ સેવા કાર્ય સચ્ચિદાનંદજી મંદિર અંજારના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના શુભ વરદહસ્તે સંપન્ન થયું હતું.