અંજાર: એસ.આર.કે. સર્કલ પાસે નિર્મિત ભવ્ય અને દિવ્ય પ્રવેશદ્વારને પવિત્ર નામ અર્પણ કરવામાં આવ્યું
Anjar, Kutch | Apr 27, 2026 આજે અંજાર નગર માટે એક ઐતિહાસિક અને ગૌરવસભર પ્રસંગ સર્જાયો છે.અંજાર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પ્રવેશદ્વારોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં ભૂજ તરફથી અંજાર આવતા માર્ગ પર એસ.આર.કે. સર્કલ પાસે નિર્મિત ભવ્ય અને દિવ્ય પ્રવેશદ્વારને આજે પવિત્ર નામ અર્પણ કરવામાં આવ્યું છે। નગરપાલિકા તથા સત્તાધીશો દ્વારા ઠરાવ પસાર કરી આ ભવ્ય પ્રવેશદ્વારનું નામ “શ્રી સચ્ચિદાનંદ પ્રવેશદ્વાર” તરીકે સન્માનપૂર્વક રાખવામાં આવ્યું છે.