ગાંધીધામ: કંડલામાં ધાર્મિક દબાણ દૂર: તંત્રની કાર્યવાહીથી સરકારી જમીન કરાઈ મુક્ત
કંડલા વિસ્તારમાં ગત મોડી રાત્રે સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં કામગીરી પૂર્ણ કરી સરકારી જમીન દબાણમુક્ત કરાઈ હતી.