દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા નિયમોના ભંગ બદલ ચલણી કાર્યવાહી
દાહોદ નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં સ્વચ્છતા અંગેના નિયમોનું પાલન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
SWM Rules, 2026 અંતર્ગત સ્વચ્છતા નિયમોના ભંગ બદલ જવાબદાર લોકો સામે ચલણી કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને કચરા વ્યવસ્થાપનના નિયમોનું પાલન કરવા અંગે પણ જરૂરી સૂચના આપવામાં આવી હતી.
નગરપાલિકા દ્વારા સ્વચ્છતા નિયમોનું પાલન કરવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
Dohad, Dahod | Sep 11, 2026