ગાંધીધામ: સામાન્ય વરસાદમાં જ ગાંધીધામના ભારતનગરમા ભરાયું પાણી #Jansamasya
ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં ચોમાસાના સામાન્ય ઝાપટામાં જ પાણી ભરાઈ જતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. કાયનાત અંસારી આથાએ સ્થાનિકોની રજૂઆત બાદ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી.તેમણે આક્ષેપ કર્યો કે મહાનગરપાલિકા દ્વારા નવો રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે નીચાણવાળા મકાનો અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતાં ગંદકી ફેલાઈ છે.