ગાંધીધામ: આયાત કરતા ઉત્પાદનકર્તાઓ માટેની નાણા મંત્રાલયની ઈ.એમ.આઈ. [EMI] યોજનાની જાણકારી માટે ગાંધીધામ ચેમ્બર ખાતે યોજાયો સેમિનાર
ગાંધીધામ ચેમ્બર, લઘુ ઉધોગ ભારતી અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયાતકાર ઉત્પાદનકર્તાઓ માટે 'EMI' યોજનાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કસ્ટમ અધિક્ષક વિનય ચરણ અને ઇન્સ્પેક્ટર અનુપ કુમારે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ આયાતકારોને યુટી પેમેન્ટમાં 30 દિવસની ક્રેડિટ, વેરા માફી અને ઝડપી કસ્ટમ ક્લીયરિંગ જેવા લાભો મળશે. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું કે ગાંધીધામના ટીમ્બર ઉધોગ માટે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થશે.