પાયોનીયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા આર્થિક રીતે નબળા પરિવારની ૧૫૦ મહિલાઓ માટે વિનામૂલ્યે ઉજ્જૈન-બગલામુખી યાત્રાનું પ્રસ્થાન
પોરબંદર શહેરની જાણીતી સેવાભાવી સંસ્થાઓ 'પાયોનીયર ક્લબ ઓફ પોરબંદર' અને 'સાગરપુત્ર સમન્વય પોરબંદર' દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને ભક્તિમય કાર્ય કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાના સૌજન્યથી પોરબંદર શહેરના આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારની મહિલાઓ માટે મહાકાલની પવિત્ર ધરતી ઉજ્જૈનના તમામ મંદિરો તથા બગલામુખી માતાજીના અમૂલ્ય દર્શનાર્થે એક વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૦-૦૫-૨૦૨૬ ને શનિવારના રોજ લીલાબેન મોતીવરસની આગેવાની હેઠળ આશરે ૧૫૦ જેટલી મહિલાઓને બસ મારફતે આ દર્શનનો લ્હાવો લેવા માટે રવાના કરવામાં આવ્યા હતા. આ યાત્રાનું પ્રસ્થાન સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાના નિવાસસ્થાનેથી કરાવવામાં આવ્યું હતું.
યાત્રાના પ્રસ્થાન સમયે યાત્રાળુઓને �