ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ!
Ozempic Side Effects Weight Loss Drug: શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાના રણમાં ફરતી એક ઝેરી ગરોળી માણસના વજનને નિયંત્રિત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે? હા, આ વાત બિલકુલ સાચી છે. આજે હોલિવૂડના સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકોમાં વજન ઘટાડવા માટે 'ઓઝેમ્પિક' (Ozempic) અને 'વેગોવી' (Wegovy) નામની જે દવાઓનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેનો સીધો સંબંધ 'ગિલા મોન્સ્ટર' (Gila Monster) નામની એક ગરોળી સાથે છે. જો આ ગરોળી ન હોત તો કદાચ આપણી પાસે વજન ઘટાડવાની આ આધુનિક દવાઓ પણ ન હોત. પ્રકૃતિના આ અનોખા જીવે તબીબી જગતમાં ક્રાંતિ તો લાવી છે, પણ સાથોસાથ આ દવાઓની આડઅસરો પણ કંઈ ઓછી નથી.
ગિલા મોન્સ્ટર પાસે એવું શું છે જે આપણી પાસે નથી?
અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં જોવા મળતી 'ગિલા મોન્સ્ટર' (Gila Monster) ત્યાંની એકમાત્ર ઝેરી ગરોળી છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે આ ગરોળીના ઝેરમાં એવા સંયોજનો (compounds) �
Porbandar, Porbandar | Jun 22, 2026