ગાંધીધામ: DC-5 વિસ્તારમાં લાગેલી આગ પર ત્વરિત કાબૂ,રહીશોએ ફાયર બ્રિગેડ-પોલીસ અને સમાજસેવકોનો વ્યક્ત કર્યો આભાર
#Jansamasya
ગાંધીધામના DC-5 વિસ્તારમાં શુક્રવારે સાંજે ભયાનક આગ લાગતા વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગે થોડા સમય માટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રની સમયસર કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન કચ્છ જિલ્લાના મંત્રી ગિરિરાજસિંહ રાણાએ તાત્કાલિક 112 હેલ્પલાઇન પર જાણ કરી ફાયર બ્રિગેડ અને પોલીસને સ્થળ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.