ગાંધીધામ: આદિપુર ખાતે વોર્ડ-2 નું ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન
ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નં. 2ના આદિપુર વિસ્તારમાં ભાજપનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટના હસ્તે ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને મતદારો સુધી પહોંચવા માટે આ કાર્યાલય મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કામ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.