ખંભાત: ખંભાત સહીત બોરસદ, પેટલાદ, ઉમરેઠ અને સોજિત્રા પાલિકામાં પ્રથમ ટર્મમાં મહિલાઓ સંભાળશે પ્રમુખપદ
બોરસદ પાલિકા માટે પૂર્વીબેન પટેલ,જૈમિનીબેન પટેલ અને રેશ્માબેન પટેલના નામ હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે ખંભાત પાલિકામાં મંજુલાબેન રાણા, વર્ષાબેન રાણા અને ભારતીબેન માછી લિસ્ટમાં સામેલ છે. પેટલાદ પાલિકામાં રીનાબેન તળપદા, મનિષાબેન ચૌહાણ અને કોકિલાબેન તળપદાના નામ સેન્સ પ્રક્રિયામાં ચર્ચામાં રહ્યા હતા. ઉમરેઠમાં ચેતનાબેન શાહ, જિજ્ઞાબેન પટેલ અને મીનાબેન પટેલના નામો તેમજ સોજિત્રમાં રીન્કુબેન પટેલ, આહના પટેલ અને ભૂમિ બારોટના નામો હોવાનુ જાણવા મળ્યું છે.