ગાંધીધામ: LCB પોલીસે એ-ડિવિઝન વિસ્તારમાંથી પ્રોહી મુદ્દામાલના જથ્થા સાથે એક ઈસમને ઝડપ્યો અન્ય એક ફરાર
પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામ એ-ડિવિઝન વિસ્તારમાં નવી સુંદરપુરી ખાતે દરોડો પાડી ₹46,615નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન **દિલીપ રામસિંગ પરમારને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે નરેશ ઉર્ફે કારો વાલજીભાઈ મકવાણા પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર કાર્યવાહી PI જે.એમ. વાળા, PSI ડી.જી. પટેલ તથા LCB સ્ટાફે કરી હતી. વધુ તપાસ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.