અંજાર: મુરલીધર વિદ્યામંદિર ખાતે સંઘ શિક્ષા વર્ગના સમાપન કાર્યક્રમમાં ‘વિવેકાનંદ રથ’ને મળ્યો ઉમળકાભેર પ્રતિસાદ
Anjar, Kutch | Jun 3, 2026 આર.એસ.એસ.ના સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી મુરલીધર વિદ્યામંદિર, અંજાર ખાતે સંઘ શિક્ષા વર્ગનો સાર્વજનિક સમાપન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રામકૃષ્ણ મઠ, આદિપુરના ‘સ્વામી વિવેકાનંદ આપને દ્વાર’ પ્રકલ્પ અંતર્ગત વિવેકાનંદજીના પુસ્તકોનો ખજાનો ધરાવતા ‘વિવેકાનંદ રથ’નું આયોજકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ રથની મુલાકાત લઈ પુસ્તકો પ્રત્યે વિશેષ રસ દર્શાવ્યો હતો અને સુંદર પ્રતિસાદ આપ્યો હતો.