અંજાર: ભાજપનો દબદબો: સાત બેઠકો બિનહરીફ,શહેર ભાજપ પ્રમુખે ભાજપની જીત અંગે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો
Anjar, Kutch | Apr 23, 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અંજારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે.આ વચ્ચે શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસે પત્રકારો સાથે વાતચીત કરતાં ભાજપની જીત અંગે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે અંજાર નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાંથી ગત ચૂંટણીમાં ભાજપે ૩૫ બેઠકો પર વિજય મેળવ્યો આ વખતે ભાજપ સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતર્યું છે અને તમામ ૩૬ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.ભાજપ આ ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.