ખંભાત: સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર, જિલ્લા ભાજપા પ્રમુખે પ્રતિક્રિયા આપી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.જે અંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી.