અંજાર: પોલીસે અંજારમાં વે-બ્રિજ પાસે થયેલ ખૂનનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો
Anjar, Kutch | Apr 11, 2026 અંજાર ટાઉન વિસ્તારમાં આશાબા વે-બ્રિજ નજીક થયેલ ખૂનના ગુનાનો અંજાર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપી બાબુ ઉર્ફે દિપક પ્રેમજીભાઈ મહેશ્વરીને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કર્યો હતો. આરોપીએ જણાવ્યું કે મરણ પામનાર પાસે તેના પૈસા બાકી હતા અને ફોન ન ઉઠાવતા મનદુખ રાખી છરી મારી હતી. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.