ભચાઉ: ભચાઉ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ અને કોમ્બિંગ
Bhachau, Kutch | May 25, 2026 પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચનાથી આ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરે પણ તપાસ હાથ ધરી હતી.