ગાંધીધામ: આર્થિક શક્તિથી આત્મનિર્ભર ભારત તરફની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને ગાંધીધામ ચેમ્બરનું સમર્થન
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં, દેશના સર્વાંગી હિતને ધ્યાનમાં રાખીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને આપવામાં આવેલી રાષ્ટ્રજાગૃતિસભર અપીલોને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પૂર્ણ સમર્થન અને અનુમોદન જાહેર કરવામાં આવ્યું છે.