દાહોદ જિલ્લાના ધાનપુરના બજારમાંથી ધાનપુર પોલીસે એક પીકપ બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂપિયા 2,52,600ના પ્રોહી જથ્થા સાથે ગાડીમાં સવાર ચાલક સહિત બે ઈસમોની પોલીસે અટકાયત કરી ગાડી ની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા 6,10,600નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તારીખ 9 સપ્ટેમ્બર ના રોજ ધાનપુર પોલીસ ધાનપુર બજારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે તે સમયે ત્યાંથી શંકાસ્પદ લાગતી એક બોલેરો ગાડી ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે ગાડી નજીક જઈ ગાડીના ચાલક સહિત તેની સાથેનો અન્ય એક ઈસમ જેમાં અમરતભાઈ સોમાભાઈ કોળી (રહે. ડાંગરિયા, હોળી ફળિયુ, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ) અને હિંમતભાઈ રૂમાલભાઈ પલાસ (રહે. આમલી ખજુરીયા, ખાડા ફળિયુ, તા.ગરબાડા, જી. દાહોદ) એમ બંને ઈસમોની પોલીસે પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની બોટલો નંગ.1704 જેની કુલ કિંમત રૂપિયા 2,52,600ના પ્રોહિબિશન જથ્થા સાથે ગાડી �
Dohad, Dahod | Sep 11, 2026