હરિયાણાના સોનીપતમાં કારની માગણી પૂરી ન થતાં દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ કુલદીપે લગ્ન કરવાની ના પાડી હોવાનો આરોપ છે. કન્યાના પિતા સુભાષ કુમારના જણાવ્યા મુજબ તેમણે પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે આશરે ₹9.5 લાખની હ્યુન્ડાઈ ઓરા બુક કરાવી હતી. ફરિયાદ મુજબ કુલદીપે ઓરાને ‘ટેક્સીમાં ચાલતી ગાડી’ ગણાવી આશરે ₹13 લાખની મારુતિ બ્રેઝાની માગ કરી હતી. લગ્નના એક દિવસ પહેલાં માગણીની જાણ થતાં કન્યાપક્ષે બ્રેઝાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સમયસર કાર મળી શકી નહોતી. લગ્નસ્થળે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને વરપક્ષ પરત ફર્યો ત્યારે કન્યા લગ્નના પોશાકમાં મંડપમાં જ બેઠી હતી. સુભાષ કુમારે સોનીપતના સેક્ટર 27 પોલીસ સ્ટેશનમાં દહેજની માગણી અંગે ફરિયાદ આપી છે.
#SonipatNews #DowryDemandAllegations #WeddingCancelled #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Nov 23, 2026