ઉમરાળા: ઉમરાળાના પરવાળા ગામે કારની ટક્કરે આધેડનું મોત પોલીસ ફરિયાદ નોંધાઈ
ગત તારીખ 25 મે ના રોજ બપોરના 1 વાગ્યા સુમારે ઉમરાળા તાલુકાના પરવાળા ગામ નજીક બેફામ આવી રહેલી ગાડી નંબર GJ 14 BA 4256 ના કારની ટકરે એક આધેડનું મોત નીપજ્યું હતું. મેલડી માતાના મંદિર પાસે બનેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ગોરધનભાઈ ગંભીર રીતે ઇજાગ્રત હાલતમાં મળી આવ્યા હતા જેમને સારવાર માટે ઉમરાળા આરોગ્ય કેન્દ્ર ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા સમગ્ર મામલે કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી , પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ,