ગાંધીધામ: ઓસ્લો ભીમ માર્કેટના 200 કેબીન ધારકોની વૈકલ્પિક જગ્યા કે પુનર્વસન અંગે મનપા સમક્ષ રજૂઆત
ગાંધીધામની ઓસ્લો ભીમ માર્કેટના 200 કેબિનધારકોએ ડિમોલિશનના 4 મહિના વીતી જવા છતાં વૈકલ્પિક જગ્યા કે પુનર્વસન અંગે કોઈ સ્પષ્ટતા ન થતાં મહાનગરપાલિકા કમિશનર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે.શ્રી ઓસ્લો ગોલાઈ શ્રમજીવી કેબિન ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દેવજીભાઈ મહેશ્વરી અને મંત્રી રાજુભાઈ જે.મહેશ્વરીએ યોગ્ય ન્યાયની માંગણી કરતા જણાવ્યું કે, 40 વર્ષથી રોજીરોટી કમાતા વેપારીઓએ તંત્રને સાથ આપી કેબિનો ખાલી કરી આપી હતી, પરંતુ આજે તેમના પરિવારો આર્થિક સંકટમાં છે.