અંજાર: "ઓપરેશન મિલાપ" અંતર્ગત અંજાર પોલીસની સફળતા
Anjar, Kutch | Jun 7, 2026 "ઓપરેશન મિલાપ" અંતર્ગત અંજાર પોલીસે છેલ્લા એક મહિનામાં વર્ષ 2017 થી 2026 દરમિયાન ગુમ થયેલા કુલ 34 મહિલા-પુરુષોને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વમાં અંજાર પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજ્ય તથા રાજ્ય બહારથી ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે