ખંભાત: ખંભાત બસ સ્ટેશન પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા ઝડપાઈ, 7200 મુદામાલ જપ્ત
Khambhat, Anand | Jul 30, 2026 ખંભાત સિટી પોલીસ સ્ટેશનના વિપુલસિંહ ખેગારજી સહીતના પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા અને ખંભાત બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે થેલી લઈને ઊભેલી એક મહિલા પોલીસને જોઈને ઉતાવળી ચાલવા લાગી હતી.પોલીસે શંકાના આધારે તેને રોકીને નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ મનિષાબેન ચંદુભાઈ પીધીયાભાઈ ભુરીયા (ઉ.વ.- 42, રહે.દાહોદ) હોવાનું જણાવ્યું હતું. પંચોની રૂબરૂ તેની થેલીની તપાસ કરતા તેમા 48 નંગ ક્વોટર મળી આવ્યા હતા. રૂ. 7200 મુદ્દામાલ જપ્ત કર્યો છે.