અંજાર: ઈસ્કોન મંદિરના ભાવિકો પહોચ્યા અંજારના ગોવર્ધન પર્વતની મુલાકાતે
Anjar, Kutch | Apr 14, 2026 ઇસકોન મંદિર ગાંધીધામથી મોટી સંખ્યામાં ભાવિક દર્શનાર્થીઓ પવિત્ર ગોવર્ધન પર્વતના દર્શનાર્થે પધાર્યા હતા ગિરિરાજજીના દર્શન અને પરિક્રમાથી ભક્તોએ અપરંપાર આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો ત્યારબાદ ગોવર્ધન પર્વતની બાજુમાં આવેલી ગૌશાળાની મુલાકાત લઈને ગૌસેવાનો મહિમા નિહાળ્યો હતો. અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતુ.આ પવિત્ર અવસરે મહંત ત્રિક્રમદાસજી મહારાજએ તમામ ભાવિકોને આશીર્વાદ આપી તેમની યાત્રાને વધુ પવિત્ર અને સફળ બનાવી હતી.