ગાંધીધામ: BSF કેમ્પમાં જવાનનું શંકાસ્પદ મોત : સર્વિસ રાઈફલથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું
ગાંધીધામ સ્થિત BSF કેમ્પમાં એક દુઃખદ ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર BSFમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પંકજભાઈ મિમાકીયા (ઉંમર વર્ષ 24) એ ગતરોજ સવારે આશરે 09:00 વાગ્યાના અરસામાં કેમ્પસની અંદર પોતાની સર્વિસ રાઈફલ વડે ગોળી મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.ઘટના બનતા જ અન્ય જવાનો દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બપોરના સમયે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.