અંજાર: ભીમાસર નજીક ખાનગી કંપનીમાં લાગેલી વિકરાળ આગ પર વિવિધ ફાયર ટીમોના સંયુક્ત પ્રયાસોથી કાબૂ
Anjar, Kutch | Jun 13, 2026 તા. 12/06/2026 ના રોજ સાંજે આશરે 5:00 વાગ્યે ભચાઉ નગરપાલિકા ફાયર વિભાગને જાણ મળી હતી કે અંજાર તાલુકાના ભીમાસર ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં ભૂસીના જથ્થામાં આગ લાગી છે. આગની તીવ્રતા વધતા કંપનીના એક ગોડાઉન તેમજ પાછળના ખુલ્લા પ્લોટ વિસ્તારમાં પણ આગ પ્રસરી હતી.ફાયર ટીમોના સંયુક્ત અને સતત પ્રયાસોના પરિણામે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ઘટનામાં વધુ નુકસાન ન થાય તે માટે ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.