અંજાર: પોલીસ દ્વારા વરસામેડી સીમ વિસ્તારમાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો, એક આરોપીની ધરપકડ
Anjar, Kutch | Jun 11, 2026 ગત તા. 9 જૂનના રોજ અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં આવેલ બાબુ કોલોની ખાતે સંજયસિંહ પપુસિંહ ગોડની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વમાં ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી અરવિંદકુમાર કિશોરરામ ચમાર (મૂળ ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.