નેપાળના ગોરખા જિલ્લામાં બૂઢી ગંડકી નદીમાં અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે. સ્થાનિક અધિકારીઓને ટાંકતા તાજા અહેવાલો મુજબ, 35થી વધુ ઘરો અને પુલો તણાયા છે. ભૂસ્ખલનથી નદીનો પ્રવાહ અવરોધાયા બાદ નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હોવાનું જણાવાયું છે. નદીકાંઠાના લોકોને ઊંચાણવાળા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની અપીલ કરાઈ છે. પૂરના પ્રચંડ પ્રવાહથી જળવિદ્યુત પ્રોજેક્ટના બાંધકામ કેમ્પ અને સાધનોને પણ નુકસાન થયું છે. પોલીસ, સશસ્ત્ર દળો અને સ્થાનિક તંત્ર બચાવ, રાહત તથા સ્થળાંતરની કામગીરીમાં જોડાયાં છે.
#nepal #floods #gorkha #disasternews #humdekhengenews