ખંભાત: ખંભાત તલાટી મંડળ દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી, મહેસુલી કામગીરી અળગા રહ્યા.
સરકારે મહેસૂલી તલાટીની ભરતી સાથે કામગીરીની વહેંચણીનો તાત્કાલિક નિર્ણય ન લેતા તલાટી-કમ-મંત્રીઓએ આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે.ખંભાત સહીત આણંદ જિલ્લાના 300 જેટલાં તલાટીઓ મહેસુલી કામથી અળગા રહ્યા હતા.અને આણંદ જિલ્લાના તાલુકા મથકે તાલુકા વિકાસ અધિકારીને તલાટી મંડળે આવેદનપત્ર સુપરત કર્યું હતું અને રજુઆત કરી હતી.મહત્વનું છે કે, 14-14 વર્ષથી મહેસૂલી તલાટીની કામગીરીનો બોજ હવે ન સહેવાનો નિર્ણય કર્યો છે.