મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે વાંકડી ગામે પાનમ જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાની લીધી મુલાકાત
ગોધર તાલુકાના વાંકડી ગામે પાનમ જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાની કામગીરીને વેગ આપવા માટે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા તા.25 જૂન ગુરુવારના રોજ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમિયાન તેમણે યોજના અંતર્ગત ચાલી રહેલા વિકાસકાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને સ્થાનિક ખેડૂતોને સિંચાઈનો લાભ વહેલી તકે મળે તે હેતુથી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને દિશા-નિર્દેશો આપ્યા હતા.