અંજાર: અંજાર વરસામેડી વિસ્તારમાં સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી લાખોના વિદેશી દારૂ સાથે બે ઈસમોને અંજાર પોલીસે ઝડપ્યા
Anjar, Kutch | Jun 29, 2026 અંજાર પીઆઈ એચ.એ. જાડેજાની ટીમે બાતમીના આધારે મેઘપર કુંભારડી વિસ્તાર પાસે વરમોડી તરફથી આવતી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારને રોકી તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે આરોપીઓ યુનીશ ઉર્ફે અપ્પુ અબ્દુલ રાઠોડ અને ભગીરથસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપી કિશન શામજી મહેશ્વરી પકડવાનો બાકી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.પોલીસે કુલ રૂ. 3,81,702નો મુદ્દામાલ કબજે કર્યો છે.