ઉધના વિસ્તારમાં બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર
ઉધના વિસ્તારમાં આવેલા એપી માર્કેટની અંદર બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.
કંકાલ પાસે મોબાઈલ ફોનનું ચાર્જર અને નોટબુક પણ મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાથમિક તપાસમાં મૃતક મહારાષ્ટ્રનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
કંકાલ કેટલા સમયથી અહીં હતો અને મોત કેવી રીતે થયું તે અંગેનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ સામે આવશે.
હાલ ઉધના પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Udhna, Surat | Aug 23, 2026