મણિનગર: બોડકદેવ સ્થિત સિવિક સેન્ટર ખાતે મેયરના હસ્તે રિફોર્મ ઉત્સવનો પ્રારંભ
આજે રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ બોડકદેવ ખાતે સુવિધાનો પ્રારંભ કરાયો છે.જેમાં શહેરીજનોને રવિવારે પણ આધાર કાર્ડ કઢાવવાની સુવિધા મળશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘રિફોર્મ ઉત્સવ’ અંતર્ગત નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી શહેરના સાતેય ઝોનમાં રવિવારે પણ કાર્યરત રહેતાં 7 આધાર સેવા કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો.