ખંભાત: બામણવા ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Khambhat, Anand | Apr 20, 2026 આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલીગ દરમિયાન માહિતી મળી હતી કે, ખંભાત તાલુકાના બામણવા ગામે જુની બ્રહ્માણી મંદિર નજીક રહેતાં જીજ્ઞેશસિંહ ઉર્ફે ભોલો મહેન્દ્રસિંહ ચાવડા છુપી રીતે વિદેશી દારુ વેચી રહ્યો છે. જેને પોલીસે છાપો મારીને જીજ્ઞેશ વિદેશી દારુના ૨૨ નંગ ક્વોર્ટરીયા કિંમત રૂપિયા ૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.