ગાંધીધામ: ગળપાદર વિસ્તારમાંથી પૂર્વ કચ્છ એલસીબી દ્વારા વિદેશી દારૂનો જથ્થો કબજે
પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જે.એમ. વાળાના વડપણ હેઠળ એલસીબીની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ગળપાદર ગામ ખાતે ગુરુકૃપા સોસાયટી પાછળ એક શંકાસ્પદ સીયાઝ કાર જોવા મળી હતી. પોલીસ ટીમને જોઈ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.વાહનની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 251 બોટલો મળી આવી હતી, પોલીસે પ્રોહી મુદ્દામાલ અને કાર સહિત કુલ રૂ. 7,76,249/-નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.