ખંભાત: છતરડી પાસેથી વિદેશી દારૂના 20 ક્વોટરીયા સાથે એક ઈસમ ઝડપાયો.
ખંભાત રૂરલ પોલીસે છતરડી ગામની કાળી તલાવડી પાસે છાપો મારીને વિશાલ ઉર્ફે વીકો ડાહ્યાભાઈ ગોહેલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી વિદેશી દારૂના 20 ક્વાર્ટરીયા મળી આવ્યા હતા. જેની કિંમત 2 હજાર રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે તેની પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂનો જથ્થો તેનો ભાઈ સુનીલ ઉર્ફે રઘો ડાહ્યાભાઈ ગોહેલ અને વિષ્ણુભાઈ ફતાભાઈ મકવાણા વેચાણ કરવા માટે આપી ગયા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ત્રણેય વિરૂદ્ધ પ્રોહીબીશન ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.