અમદાવાદ શહેર: શહેરમાં સાયન્સ સીટી રોડ પર SMCએ દરોડા પાડી રૂ. 5.13 લાખનો દારૂ ઝડપ્યો
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર મંગળવારે મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલનાં દરોડા પડ્યા હતા. પરિશ્રમ એલિગન્ટનાં પાર્કિંગમાં કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. કારમાંથી 5.13 લાખની કિંમતની દારૂની 1352 બોટલો મળી આવી છે. હાર્દિક માધવાણી નામના આરોપીની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે. દારૂ મોકલનાર, મંગાવનાર સહિતનાં આરોપીઓ ફરાર છે. આરોપી સામે સોલા પોલીસ મથકે બુધવારે ગુનો દાખલ કરાયો છે.