અમદાવાદ શહેર: શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ગિરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા પાસેથી બુધવારે સવારે ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 5.22 લાખની કિંમતનો 52.280 ગ્રામ મેફેડ્રોન ઝડપ્યો હતો. જમાલપુરના શોએબ ઉર્ફે મામા ઈબ્રાહિમ નામના યુવકની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીને ડ્રગ્સ આપનાર ઇમરાન નામનો આરોપી ફરાર છે. તેવામાં આરોપી સામે નવરંગપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. નવરંગપુરા પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.