અમદાવાદ શહેર: શાહીબાગમાં હત્યા કેસમાં આરોપીની ધરપકડ અંગે ACP રીના રાઠવાએ આપી માહિતી
અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં માકુભાઈનાં છાપરા ખાતે 3 જૂનનાં રાતનાં 8 થી 9 વાગેનાં અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં ચાલીનાં ગેટ પાસે વિશાલ સરસાવા નામનાં ફરિયાદીએ ખાટલો મુક્યો હતો, જેમાં તે તેનાં મિત્ર સાથે બેસવા જતા ખાટલો તુટેલો હોવાથી મહિલાએ બેસવાની ના પાડી હતી, જે સમયે બે શખ્સોએ ઝઘડો કરી ચિરાગ નામનાં યુવકને ખંજરથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે શાહીબાગ પોલીસે આરોપીની ધરપકડ કરવા અંગે ACP રીના રાઠવાએ વિગતો આપી હતી.