અમદાવાદ શહેર: સ્કૂલો વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા દબાણ કરી શકશે નહીં: DEO
આગામી અઠવાડિયાથી રાજ્યમાં ઉનાળા વેકેશન બાદ ફરીથી સ્કૂલો શરૂ થશે. સ્કૂલમાં નવું સત્ર શરૂ થતા જ વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવાની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે કે, કોઈપણ સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા દબાણ કરી શકશે નહીં. સ્કૂલ દબાણ કરશે તો સ્કૂલ સામે એક લાખ રૂપિયા સુધીની દંડની કાર્યવાહી કરવામાં આવશે.