અંજાર: તુણામાં પૂરપાટ જતી ટ્રકે બાઈકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત
Anjar, Kutch | Apr 5, 2026 અંજારના તુણા ગામે રહેતા ૪૫ વર્ષિય શંભુભાઈ અરજણભાઈ જેર તેમની મોટર સાયકલ લઈને વાડીએ જતા હતા તે સમયે કંડલા પોર્ટથી પૂરઝડપે આવી રહેલી GJ-39 TB-9197 નંબરની ટ્રકે ટક્કરે પાછળથી બાઈકને ટક્કર મારતાં ગંભીર ઈજાથી તેમનું મોત નીપજ્યું હતું. તુણા ગામ પાસે બેન્ક ઓફ બરોડા સામે દુર્ઘટના ઘટી હતી. બનાવ અંગે કંડલા મરીન પોલીસ મથકે મૃતકના લઘુબંધુ વાલજીએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.