ગાંધીધામ: મેઈન બજારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે સીટી ટ્રાફિક પોલીસની જાહેર જનતાને અપીલ
પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને સીટી ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.સી. ગોહિલની સૂચનાથી આજે ગાંધીધામની મેઈન બજારમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ રોડનું કામકાજ ચાલુ હોવાથી અવરજવર માટે એક જ માર્ગ ચાલુ છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થતી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા લાઉડસ્પીકર મારફતે વેપારીઓને સૂચના આપવામાં આવી હતી .