ખંભાત: ખંભાત નગરપાલિકામાં ઠરાવ છતાંય 19 કર્મચારીઓને વધારા સાથે પગાર ન ચૂકવાતા રજૂઆત
Khambhat, Anand | May 16, 2026 ખંભાત નગરપાલિકાના કર્મચારીઓના પગાર વધારાને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. પાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા એક્ઝિક્યુટિવ કમિટીમાં વિધિવત ઠરાવ કરીને મંજૂર કરાયેલો પગાર વધારો હજુ સુધી કર્મચારીઓ મળ્યો નથી.જેને પગલે આ મામલે કર્મચારીઓ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.ખંભાત નગરપાલિકાની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઠરાવ નંબર 257 (તારીખ: 09-03-2026) અન્વયે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.