ગાંધીધામ: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની હાજરીમાં આદિપુરમાં ‘આપ’ની પત્રકાર પરિષદ યોજાઈ
આદિપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને ડો. કાયનાત અંસારીએ ઉપસ્થિત રહી મીડિયા સાથે સંવાદ કર્યો હતો. રામબાગ હોસ્પિટલ નજીક આવેલી કોસ્મો પ્લાસ્ટ હોસ્પિટલમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક મુદ્દાઓ, સંગઠનની મજબૂતી અને જનહિતના કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી.