ખંભાત: નવાગામ વાંટા માં પુત્રવધૂને હેરાન કરવાની રીસમાં ત્રણને માર મારતાં ફરિયાદ
Khambhat, Anand | May 18, 2026 ખંભાત તાલુકાના નવાગામ વાંટા ખાતે રહેતી એક પુત્રવધૂને હેરાન પરેશાન કરવાની રીસમાં પુત્રવધૂના પિતા અને ભાઈએ ઝઘડો કરીને ત્રણને લાકડાના ડંડાથી માર મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.આ અંગે ફરિયાદી રતનબેન ઘનશ્યામભાઈ ડુલેરાની ફરિયાદને આધારે જયંતિલાલ વિશ્રામભાઈ પરમાર અને તેમનો પુત્ર અર્પણ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.