અંજાર: અંજાર વિસ્તારમાંથી અપહરણ કરાયેલી સગીરાને પોલીસે બંગાળથી સુરક્ષિત શોધી કાઢી: એસપી સાગર બાગમારે માહિતી વર્ણવી
Anjar, Kutch | May 9, 2026 પૂર્વ કચ્છ પોલીસે અંજાર વિસ્તારમાંથી અપહરણ કરાયેલી સગીરાને પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાંથી શોધી કાઢી છે. એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીની સૂચનાથી અંજાર પોલીસની ટીમે બાંગ્લાદેશ બોર્ડર નજીકના મેનાપુર ગામેથી સગીરાને આરોપી હનીફ હફીજુલ સરકારના કબજામાંથી મુક્ત કરાવી હતી. ભોગબનનારનું બ્રેઈન વોશ થયેલું હોવાથી સીડબ્લ્યુસી ભુજ ખાતે યોગ્ય કાઉન્સેલિંગ કરાવી તેને મજૂરી કામ કરતા માતા-પિતાને સુરક્ષિત સોંપવામાં આવી છે.