ગાંધીનગર: શેરથા ગામની નરસિંહજી મંદિર 400 કરોડ જમીન કૌભાંડ મામલે શેરથા ખાતે ગ્રામ સભા યોજાઈ
ગાંધીનગરના શેરથા ગામના ગ્રામજનોએ ગાંધીનગરના નરસિંહજી મંદિર ટ્રસ્ટની 40 એકર જમીનને ગણોતિયા અને ભૂમાફિયાઓથી બચાવવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે. ગ્રામજનોનો આરોપ છે કે, રૂ. 400 કરોડની અંદાજિત કિંમતની આ જમીનમાં તત્કાલિન મામલતદાર સુનિલ આર. રાવલ, ભૂમાફિયાઓની ટોળકી અને કહેવાતા ગણોતિયાઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલે ગ્રામજનોએ સ્પેશિયલ કેસ તરીકે તટસ્થ તપાસ અને ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.